ભજીયા તો દરેક લોકોને પસંદ હોય છે, પરંતુ ઘણી વખત ફરાળ દરમિયાન ભજીયા ખાવાનું મન થાય તો તમે આ રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો.
બટાકા, કોથમીર, લીલા મરચા, આદુ, મીઠું, ખાંડ, લીંબુનો રસ, રાજગીરાનો લોટ, સામાનો લોટ, તલ, સુકાયેલું નાળિયેર, સીંગદાણા, દહીં, મરચું, તેલ.
સૌ પ્રથમ બટાકાને ધોઈ તેની છાલ ઉતારીને ખમણી વડે છીણ બનાવી લો.
હવે એક બાઉલમાં બટાકાનું છીણ,આદુ-મરચાની પેસ્ટ,કોથમરી,કોપરાનું ખમણ,તલ,શેકેલા જીરાનો પાઉડર,મરી પાઉડર,સામાનો લોટ,રાજગરાનો લોટ,મગફળીનો ભુકો ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં મીઠું,ખાંડ,લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરીને બેટર બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ક્રિસ્પી ભજીયા તળી લો.
તૈયાર છે બટાકાના ફરાળી ભજીયા તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.