Tomato Soup Recipe: શિયાળામાં ઘરે ટ્રાય કરો ટામેટાનું સૂપ


By Vanraj Dabhi26, Nov 2024 04:57 PMgujaratijagran.com

ટામેટાનું સૂપ

શિયાળામાં ઘણા લોકોને સૂપ પીવાનું પસંદ કરતા હોય છે, તમે ઘરે ટામેટાનું સૂપ ટ્રાય કરી શકો છો.

સામગ્રી

ટામેટા, લસણ, મીઠું, ઘી, જીરું, તજ, પાણી, લવિંગ, મીઠા લીમડાના પાન, લાલ મરચું, સંચળ પાઉડર, ધાણાજીરું, કાળા મરી પાઉડર, દળેલી ખાંડ, મલાઈ, કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ ટમેટાને ધોઈ ચાર સ્લાઈસમાં સમારી લો.

સ્ટેપ-2

હવે એક પ્રેશર કૂકરમાં ટમેટા, લસણની કળી, પાણી, મીઠું ઉમેરીને ત્રણ સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.

સ્ટેપ-3

હવે બ્લેન્ડર વડે ક્રશ કરી એક બાઉલમાં ગરણી વડે ગાળી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરું, તજ, લવિંગ વેગેર મસાલા ઉમેરીને વઘાર કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં ટેમટાનું મિશ્રણ ઉમેરીને તેમાં ધાણાજીરું, લાલ મરચું પાઉડર વગેરે નાખીને મિક્સ કરી લો.

ગાર્નિશ કરો

હવે તેમાં બે ચમચી મલાઈ નાખી સારી રીતે મિક્ કરી કોથમરીથી ગાર્નિસ કરી લો.

સર્વ કરો

તૈયાર છે હેલ્ધી ટમેટા સૂપ, તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Makai Muthiya: રાજસ્થાની સ્ટાઈલ મકાઈ લોટના મુઠીયા