ઢોકળા તો તમે ઘણી પ્રકારના જોયા અને ખાધા હશે, આજે અમે તમને મકાઈના ઢોકળાની રેસીપી જણાવીશું.
બેસન, ચોખાનો લોટ, રવો, છાસ, તેલ, આદુ મરચાની પેસ્ટ, સ્વીટકોર્ન, લસણ, ઈનો ફ્રુટ સોલ્ટ, હળદર, મીઠું અને ખાંડ.
સૌ પ્રથમ એક બાઉલમાં બેસન, ચોખાનો લોટ, રવો, તેલ, ફ્રુટ સોલ્ટ ઉમેરીને મિક્સ કરી લો.
હવે થોડી છાસ ઉમેરીને બેટર બનાવી લો અને મકાઈના દાણા કાઢી મિક્સર જારમાં પીસી લો.
હવે બેટરમાં આદુ-મરચાની પેસ્ટ, મકાઈની પેસ્ટ, ઈનો નાખીને મિક્સ કરી લો.
હવે ઢોકળાના સ્ટીમરને તેલથી ગ્રીસ કરી તેમાં બેટર રેડો અને ઉપર લાલ મરચું છાંટીને 15 મિનીટ સુધી સ્ટીર કરી લો.
હવે સ્ટીમરમાંથી બહાર કાઢી છરી વડે ટુકડા કરીને ચટણી સાથે સર્વ કરો
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.