ભજીયા તો તમે ઘણી પ્રકારના ખાધા હશે, આજે અમે તમને સૂરની પ્રખ્યાત રેસીપી કુંભણીયા ભજીયા બનાવવીની રીત જણાવીશું.
લીલી મેથી, કોથમરી, લીલુ લસણ, લીલા મરચા, આદું,1 ચમચી હીંગ, 1 ચમચી મીઠું, 1 ચમચી અજમો, 1ચમચી, 1 ચમચી ધાણીજીરુ અને 1 ચમચી મેથીના દાણા,લીંબુ, સ્વાદ મુજબ ખાંડ, 1 કપ ચણાનો લોટ,જરૂર મુજૂ પાણી, તેલ, ડુંગળી વગેરે.
સૌ પ્રથમ લીલી મેથી,લીલુ લસણ,કોથમરી, લીલા મરચા અને આદુને બારીક સમારી લો.
હવે એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરીને ઉપર જણાવેલા તમામ મસાલા એડ કરીને સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં 1 કપ ચણાનો લોટ અને એક લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લો.
હવે જરૂર મુજબ એક એક ચમચી પાણી એડ કરીને સારી રીતે બેટર બનાવી લો. ધ્યાન રાખો કે બેટર ફૂલવડી જેવું નથી બનાવવાનું.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને બેટરના ભજીયા બનાવો.
તેલમાં એકદમ ક્રિસ્પી તળી લઈને લીંબુ અને ડુંગળી સાથે ગરમા ગરમ સર્વ કરીશું.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.