Pizza Dhokla: ઘરે બનાવો સ્વાદિષ્ટ પીઝા ઢોકળા


By Vanraj Dabhi26, Apr 2025 10:38 AMgujaratijagran.com

પીઝા ઢોકળા

આજકાલ લોકોને ઘણી નવી વસ્તુઓ ખાવાનું ગમે છે. તમે પણ કઈક નવી વાનગી બનાવવામાં માંગતા હોવ તો તમે ઘરે પિઝા ઢોકળા બનાવી શકો છો.

સામગ્રી

સોજી, દહીં, પાણી, બેકિંગ સોડા, હળદર, મીઠું, ટામેટા, કેપ્સિકમ, સ્વીટ કોર્ન, ડુંગળી, પીઝા સોસ, ચીઝ, ઓરેગાનો, મરચાંના ટુકડા, માખણ.

સ્ટેપ-1

સૌ પ્રથમ ડુંગળી, ટામેટા, કેપ્સિકમ ધોઈને બધાને બારીક સમારીને એક બાઉલમાં આ બધી સામગ્રી મિક્સ કરો.

સ્ટેપ-2

હવે તેમાં સોજી, દહીં, હળદર, મીઠું અને જરૂર મુજબ પાણી તેમજ બેકિંગ સોડા ઉમેરીને મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવો અને તેને 15 થી 20 મિનિટ માટે સેટ થવા દો.

સ્ટેપ-3

એક પ્લેટને માખણથી ગ્રીસ કરી તેમાં સોજીની પેસ્ટને પ્લેટમાં ફેલાવો.

સ્ટેપ-4

હવે આ પ્લેટને ધીમા તાપ પર સ્ટિમ કરવા માટે રાખો. 15 મિનિટ પછી તપાસો કે તે રાંધ્યું છે કે નહીં.

સ્ટેપ-5

ઢોકળા પર સોસ લગાવી તેના પર બધા સમારેલા શાકભાજી અને મસાલા ઉમેરીને હવે પીઝા ઢોકળાને તવા પર કે ઓવન પર મૂકો.

સર્વ કરો

હવે પીઝા ઢોકળા 5 મિનિટ સુધી રાંધો. તમારો પીઝા ઢોકળા તૈયાર છે. તમે તેને સર્વ કરી શકો છો.

ઘરે બનાવો સ્વાદિષ્ટ તડકા દહીં ભાત