Indori Poha Recipe: પરફેક્ટ ઇન્દોરી પૌવાની રેસીપી


By Vanraj Dabhi28, Dec 2024 11:15 AMgujaratijagran.com

ઇન્દોરી પૌવા

ઇન્દોરી પૌવા એક સ્વાદિષ્ટ અને હળવા નાસ્તાની રેસીપી છે, જે ઈન્દોરમાં ખૂબ જ લોકપ્રિય છે.તેમા મગફળી અને દાડમના દાણા ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે.

સામગ્રી

પોહા, દૂધ, તેલ, રાય-જીરું, વરિયાળી, ડુંગળી, આદુ, લીલા મરચાં,મીઠો લીમડો, હળદર પાવડર, લાલ મરચું પાઉડર, મીઠું, ખાંડ, કોથમરી, દાડમના દાણા, મગફળીના દાણા.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં પોહાને સાફ કરી પલાળી ને કાઢી લો.

સ્ટેપ-2

હવે તેમાં હળદર, એક વાટકી દૂધ, મીઠું અને ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાય-જીરું, વરિયાળી, લીલા મરચાની કટકી, મીઠો લીમડો નાખી વઘાર કરી પોહા પર રેડીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક તપેલામાં પાણી ગરમ કરો અને તેની ઉપર કાણાં વાળું બાઉલ મૂકી પોવા તેમાં ઉમેરીને વરાળ પર પકાવો.

ગાર્નિશ કરો

હવે એક પ્લેટમાં પોવા લઈ તેની ઉપર ઝીણી સમારેલી ડુંગળી, સેવ, કોથમરી, દાડમના દાણા, મગફળીના દાણા ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે ઈન્દોરી પોવા તમે વરસાદી માહોલમાં સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Radish Pickle Recipe: ઘરે મૂળાનું અથાણું બનાવવાની પરફેક્ટ રીત