Paneer Punjabi Tadka: ડિનર કે લંચ માટે ઘરે બનાવો સ્વાદિષ્ટ પનીર પંજાબી તડકા


By Vanraj Dabhi22, Dec 2024 05:57 PMgujaratijagran.com

પનીર પંજાબી તડકા

પનીર એ વેજ ખાનારાઓની પહેલી પસંદ છે. પનીર વડે બનાવેલ કોઈપણ શાક ખુબ જ સરસ લાગે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને પનીર પંજાબી તડકા બનાવવા વિશે જણાવીશું.

સામગ્રી

પનીર, ડુંગળી, ટામેટા, લીલું મરચા, આદુ લસણની પેસ્ટ, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, જીરું, માખણ, તેલ, મીઠું, કોથમરી.

પનીરને કાપી લો

સૌપ્રથમ પનીરને ધોઈને તેના નાના ટુકડા કરી લો.

તડકા તૈયાર કરો

હવે પેન તેલ ગરમ કરી તેમાં જીરું નાખીને સાંતળી લો.

ડુંગળી અને મસાલા ઉમેરો

હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીને તેને ફ્રાય કરો, જ્યારે તે બ્રાઉન રંગની થાય ત્યારે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખીને પકાવો.

ટામેટાં અને મસાલા ઉમેરો

હવે તેમાં ટામેટાં, હળદર, ધાણાજીરું અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. થોડું પાણી પણ ઉમેરીને પકાવો.

પનીર ઉમેરો

હવે તેમા પનીર ઉમેરીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો અને પકાવી ગ્રેવી તૈયાર કરો.

ગાર્નિશ કરો

હવે પનીર પંજાબી તડકા પર કોથમીર અને ક્રીમથી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે પનીર પંજાબી તડકા તમે ગરમા ગરમ રોટલી અને ભાત સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dahi Baingan Recipe: હોમ મેઈડ દહીં અને રીંગણની સ્વાદિષ્ટ કઢી