Makai Muthiya: રાજસ્થાની સ્ટાઈલ મકાઈ લોટના મુઠીયા


By Vanraj Dabhi26, Nov 2024 04:37 PMgujaratijagran.com

મકાઈના મુઠીયા

શિયાળામાં ચટપટું અને ઓછા તેલમાં નવો નાસ્તો ઝટપટ બનાવવા માંગતા હોવ તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો.

સામગ્રી

મકાઈનો લોટ, મેથીના પાન, લીલા મરચાં, લીલા વટાણા, લીલી તુવેર, આદુ, મીઠું,ગોળ, દહીં, અજમો, તલ, લાલ મરચું પાવડર, હળદર, ઈનો, ધાણા જીરું પાઉડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મિક્સર જારમાં આદુ મરચા, લીલા વટાણા, લીલી તુવેરના દાણા ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં મકાઈનો લોટ, મીઠું, તલ, અજમો, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું પાઉડર અને તેલ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં ઝીણી સમારેલ મેથીના પાન, ગ્રાઈન્ડ કરેલ પેસ્ટ, દહીં અને પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-4

હવે લોટમાંથી મુઠીયા વાળી સ્ટીમ કરવા મૂકો.

સ્ટેપ-5

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું, તલ અને મીઠા લીમડાનો વઘાર કરી તેમાં સ્ટિમ કરેલ મુઠીયા ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે રાજસ્થાની સ્ટાઈલ મકાઈના લોટના મુઠીયા, તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સેલરીમાંથી દર મહિને થશે બચત, જાણો આ રીત