તમે સેલરીમાંથી કેટલા પૈસા બચાવી શકો છો તે અંગેનું એક બજેટ નક્કી કરો. બજેટ તૈયાર કર્યાં બાદ કડકપણે પાલન કરો
સેલરી આવ્યા બાદ સૌથી પહેલા બચતવાળા પૈસા અલગ રાખવા જોઈએ. તમે દર મહિને નિયત બેંક ખાતામાં તેની બચત કરો.
કોઈ બેન્ક અને ફાયનાન્શિયલ એપ્સ એક નિશ્ચિત રકમને દર મહિને તમારી સેલરીથી ઓટોમેટિક મોડમાં ટ્રાન્સફર કરી લે છે.
તમારા બજેટને બદલે લાગણીઓમાં આવીને બિનજરૂરી વસ્તુઓ ખરીદી કરવાથી બચવું
સેલરી આવે તે અગાઉ તમારે ખૂબ જ જરૂરી ચીજવસ્તુઓ માટે અગાઉથી જ લખીને બજેટ તૈયાર કરી લેવું
જો તમે સેલરીથી દર મહિને બચત કરવા માગો છો કો બેસ્ટ વિકલ્પ પણ છે કે તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા SIPમાં રોકાણ કરો