Manchurian Recipe: લારીના મંચુરિયનને ટક્કર મારે તેવું ડ્રાય કોબીનું મંચુરિયન ઘરે


By Vanraj Dabhi23, Dec 2024 10:43 AMgujaratijagran.com

ડ્રાય મંચુરિયન

મંચુરિયન તો દરેક લોકોએ ખાધા હશે, પરંતુ આજે અમે તમને ડ્રાય મંચુરિયનની યુનિક વાનગી તમને જણાવીશું.

સામગ્રી

કોબી, પાલક, ડુંગળી, કેપ્સીકમ, આદુ મરચાની પેસ્ટ, લીલું લસણ, કાળા મરી પાવડર, મીઠું, ખાંડ, મેદો, બેસન, મકાઈનો લોટ, વિનેગર.

સ્ટેપ-1

સૌ પ્રથમ કોબી, કેપ્સિકમ અને ડુંગળીને ઝીણા સમારીને એક મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ગ્રાઈન્ડ કરેલ કોબી-કેપ્સિકમને કાઢી તેમાં પાલક, મીઠું-મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં મકાઈનો લોટ, મેંદા, બેસન ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-4

મિશ્રણમાંથી નાના નાના મંચુરિયન બનાવીને એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં મંચુરિયાન ઉમેરીને તળી લો.

સ્ટેપ-5

હવે એક મિક્સર જારમાં પાલક પેસ્ટ બનાવી પછી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં લીલું લસણ, આદુ-મરચાની પેસ્ટ અને પાલકની પ્યુરી ઉમેરીને ગ્રેવી કરી લો.

સર્વ કરો

હવે ગ્રેવીમાં મંચુરિયન ઉમેરીને મિક્સ કરી સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Paneer Punjabi Tadka: ડિનર કે લંચ માટે ઘરે બનાવો સ્વાદિષ્ટ પનીર પંજાબી તડકા