Gond Halwa Recipe: શિયાળામાં ઘરે ગોંદના લાડુ બનાવવા માટે આ રેસીપી નોંધી લો


By Vanraj Dabhi19, Dec 2024 11:47 AMgujaratijagran.com

ગોંદના લાડુ

શિયાળાની ઋતુમાં જોરદાર ઠંડીનો માહોલ જામી રહ્યા છે, ત્યારે ઠંડીથી બચવાની આ પરફેક્ટ રેસીપી તમે ઘરે અજમાવી શકો છો.

પોષક તત્વો

તેમા કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને શરીરને મોસમી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.

સામગ્રી

ઘી, ગોંદ, કાળા મરી, લોટ, દળેલી ખાંડ, બદામ, કોપરાનું છીણ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક મોટી કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોંદને શેકી એક પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં કાળા મરી, બદામ, કોપરાના છીણને બરછટ ક્રશ કરી લો.

સ્ટેપ- 3

હવે ઘીમાં લોટ નાખીને ધીમા તાપે 30 મિનિટ સુધી કે હળવો બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ-4

હવે તેમાં ગોંદ, કોપરાનું છીણ, દળેલી ખાંડ, બદામ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-5

આ મિશ્રણને હાથ વડે બરાબર મિક્સ કરીને તમે તેના લાડુ બનાવી લો. આ લાડુ તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.

સર્વ કરો

તૈયાર છે ગોંદના લાદુ તમે શિયાળામાં ઠંડીથી બચવા માટે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Drumstick Soup Recipe: શિયાળામાં સરગવાનો સૂપ ઘરે બનાવો