Traditional Food: મકરસંક્રાંતિ 2025 પર રાજ્ય મુજબ ક્યા ટ્રેડિશનલ ફુડ ખાવામાં આવે


By Vanraj Dabhi10, Jan 2025 02:36 PMgujaratijagran.com

મકરસંક્રાંતિ 2025

મકરસંક્રાંતિનો રંગીન તહેવાર આગામી 14 જાન્યુઆરીએ આવી રહ્યો છે. આ તહેવાર આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

પ્રાદેશિક વાનગીઓ

આ તહેવાર ઘણી બધી પ્રાદેશિક વાનગીઓ પણ બનાવવામાં આવતી હોય છે જે તમને ઠંડી ઋતુમાં ગરમ રાખી શકે છે. આવો જાણીએ મકરસંક્રાંતિ પર પરંપરાગત ખોરાક ક્યા બનાવી શકાય છે...

તલ ગોળના લાડુ, મહારાષ્ટ્ર- ગુજરાત

તલ અને ગોળમાંથી બનાવવામાં આવેલી એક મીઠાઈની રેસીપી છે, જે આ તહેવાર સાથે સંકળાયેલ હૂંફ અને સદ્ભાવનાનું પ્રતીક છે.

પોંગલ, તમિલનાડુ

તમિલનાડુના રહેવાસીઓ આ વાનગી ખાસ બનાવે છે, જે ખાવામાં મીઠી અને સ્વાદિષ્ટ હોય છે. તે ચોખા, દાળ અને ગોળ વડે બનાવીને સૂર્ય ભગવાનને અર્પણ કરવામાં આવે છે.

પતિશાપ્તા, પશ્ચિમ બંગાળ

આ બંગાળની ખાસ વાનગી છે અને તે ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે, જેને નાળિયેર અને ગોળ સાથે પીરસવામાં આવે છે.

ખીચડી, ઉત્તર પ્રદેશ અને બિહાર

આ ચોખા, દાળ અને મસાલા વડે બનાવવામાં આવે છે, આ એક મસાલેદાર વાનગી છે, જે મોટાભાગે ઘી, પાપડ અને આચર સાથે સર્વ કરવામાં આવે છે.

તિલકૂટ, બિહાર અને ઝારખંડ

તલ અને ગોળ વડે બનાવેલી મીઠાઈની રેસીપી છે, જે તહેવારો પર શેકેલા તલને પીસીને બનાવવામાં આવે છે, જે પછી ગોળ સાથે મિક્સ કરવામાં આવે છે.

ચિક્કી, સમગ્ર ભારત

આ વાનગી ગોળ અને મગફળી, તલ અને ગોળ વડે બનાવવામાં આવે છે, તે મકરસંક્રાંતિ દરમિયાન વિવિધ પ્રાદેશિક શૈલીમાં બનાવવામાં આવે છે.

ઉંધીયુ, ગુજરાત

આ એક ઉત્તમ ગુજરાતી વાનગી છે, જે તહેવાર દરમિયાન ખાસ બનાવવમાં આવે છે, તે મેથીના મુઠીયા અને મિક્ષ શાકભાજી સાથે બનાવીને પુરી કે રોટલી સાથે પીરસવામાં આવે છે.

બાજરાની ખીચડી, રાજસ્થાન

રાજસ્થાનમાં ઘી અને મસાલાઓ સાથે આ સ્વાદવાળી અને પૌષ્ટિક બાજરીની ખીચડી વગર કોઈ પણ તહેવાર અધૂરો છે.

પુરણ પોળી, મહારાષ્ટ્ર

તહેવાર સાથે સંકળાયેલી બીજી પ્રખ્યાત વાનગી પુરણ પોળી છે, જે ગોળ અને ચણાની દાળના મિશ્રણથી ભરેલી હોય છે અને તેને ઘી સાથે પીરસવામાં આવે છે.

ગુરની રોટી, પંજાબ અને હરિયાણા

આ ઘઉંના લોટ અને ગોળથી વડે પરાઠા જેમ બનાવવામાં આવે છે જે માટાભાગે તહેવાર દરમિયાન માખણ અથવા ઘી સાથે ખાવામાં આવે છે.

અરિસેલુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા

આ વાનગી ચોખાના લોટ, તલ અને ગોળ વડે બનાવવામાં આવે છે,તે એક પ્રકારની સોનેરી તળેલી એક મીઠાઈ છે.

વિટામિનની દ્રષ્ટીએ કાજુ-બદામનો પણ બાપ છે આ ડ્રાય ફ્રુટ, જાણો