Bajra Khichdi Recipe: બાજરાની ખીચડી બનાવવાની રીત


By Vanraj Dabhi06, Jan 2025 11:13 AMgujaratijagran.com

બાજરાની ખીચડી

ચોખા અને મગદાળની ખીચડી તો તમે ખાધી હશે આજે અમે તમને બાજરામાંથી ખીચડી બનાવવાની યુનિક રેસીપી જણાવીશું.

સામગ્રી

બાજરી, મગની દાળ, બટાકા, મીઠું, ઘી, લીલા વટાણા, ગાજર, લીલા કઠોળ, ટામેટા, આદુ મરચાની પેસ્ટ, હિંગ, લાલ મરચું-હળદર,ધાણા જીરું પાઉડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ બાજરાને સાફ કરી પાણીથી ધોઈને મિક્સર જારમાં હળવું ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-2

હવે મગ દાળને પણ પાણીથી ધોઈને સાફ કરી એક પેનમાં ઘી ગરમ કરો.

સ્ટેપ-3

હવે તેમાં જીરું, હિંગ, મીઠો લીમડો અને જરૂરી શાકભાજી ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે તેમાં બાજરો અને મગની દાળ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં બે કપ પાણી ઉમેરીને સારી રીતે પકાવી લો.

સ્ટેપ-6

હવે એક વઘારીયામાં ઘી ગરમ કરી તેમાં જીરું, હિંગ, લીલા લસણનો વઘાર કરીને ખીચડીમાં ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે બાજરા ખીચડી તમે ગરમા ગરમ સરિવ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Undhiyu Recipe: ઉત્તરાયણ સ્પેશિયલ ચટાકેદાર સુરતી ઊંધિયુંની રેસીપી