Undhiyu Recipe: ઉત્તરાયણ સ્પેશિયલ ચટાકેદાર સુરતી ઊંધિયુંની રેસીપી


By Vanraj Dabhi06, Jan 2025 10:29 AMgujaratijagran.com

સુરતી ઊંધિયું

ઉત્તરાયણ પર દરેક લોકો ઊંધિયુંની મજા મણતા હોય, આજે અમે તમને સુરતી સ્પેશિયલ ચટાકેદાર ઊંધીયુની યુનિક રેસીપી જણાવીશું.

સામગ્રી

બટાકા, જાંબલી રતાળુ,લીલા રીંગણા, શક્કરીયા, કાચા કેળા, સુરતી પાપડી, તુવેર દાણા, લસણ, કોથમીર, મગફળી, નારિયેળ, તલ, લીલા મરચાં, આદુ, હળદર, ગરમ મસાલો, ખાંડ, મીઠું, અજમો, લીલું લસણ, હિંગ, તેલ, લીંબુનો રસ.

સ્ટેપ-1

સૌ પ્રથણ એક બાઉલમાં જુવારનો લોટ, બેસન, રવો, મેથીના પાન, આદુ-મરચાની પેસ્ટ, મીઠું, તલ, અજમો, ખાંડ, તેલનું મોણ, હળદર-મરચું, ધાણાજીરું પાવડર, હિંગ, જીરું, ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં કોથમરી, ગરમ મસાલો, લીંબુનો રસ અને થોડુ થોડુ પાણી ઉમેરીને મુઠીયાનો લોટ બાંધી પછી તેમાંથી મુઠીયા બનાવી લો.

સ્ટેપ-3

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં મુઠીયા તળી લો અને ઊંધિયુંની શાકભાજી બારીક સમારી લો.

સ્ટેપ-4

હવે એક મિકસર જારમાં કોથમરી સીંગદાણા, નારિયેળ, આદુ-મરચા અને ખાંડ ઉમેરીને પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-5

હવે આ મિશ્રણને રીંગણ અને કાચા કેળાને અડધા સમારીને તેમાં સ્ટફિંગ ભરો.

સ્ટેપ-6

હવે એક પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરી તેમાં અજમો, હિંગનો વઘાર કરી બધી શાકભાજીને સાંતળીને સારી રીતે પકાવી લો.

સ્ટેપ-7

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, લીલુ લસણ, આદુ-મરચા-કોથમરીની પેસ્ટનો વઘાર કરી તેમાં તળેલા મુઠીયા અને બાફેલી શાકભાજી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે ઉત્તરાયણ સ્પેશિયલ ચટપટુ સુરતી ઊંધિયુ.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dessert Recipes: ગાજરની રબરીદાર ખીર આ રીતે ઘરે ટ્રાય કરો, ગાજરનો હલવો ખાવાનું ભૂલી જશો