ઢોકળા તો દરેક લોકોની મનપસંદ વાનગી છે, આજે અમે તમને ભાતમાંથી ઢોકળા બનાવવાની સરળ રેસીપી જણાવીશું.
ભાત, સૂજી, પલાળેલા પોહા, દહીં, મીઠું, તેલ, સરસવના દાણા, જીરું, હીંગ, કરી પત્તા, લીલા મરચાં, આદુ, ઈનો.
સૌ પ્રથમ એક બાઉલમાં ભાત, સૂજી, દહીં, તેલ વગેરે ઉમેરીને બેટર બનાવો અને બેટરને ઢાંકીને 5-6 કલાક માટે રહેવા દો .
હવે એક વઘારીયામાં તેલ ગરમ કરી રાઈ-જીરું, કરી પત્તા, લીલા મરચાની કટકી ઉમેરીને વઘાર તૈયાર કરો.
હવે વઘારને આથામાં ઉમેરો અને એક ચમચી બેકિંગ સોડા,લીંબુનો રસ, ખાંડનું પાણી નાખીને મિક્સ કરો.
હવે બેટરને એક સ્ટીમ વાસણમાં નાખીને સ્ટીમ કરો.
તૈયાર છે ભાતના ઢોકળા, તમે તેને લીલી, લાલ અને આમલીની ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.