Handvo Recipe: ઇન્સ્ટન્ટ મેથી પાલકનો હાંડવો રેસીપી


By Vanraj Dabhi06, Jan 2025 12:14 PMgujaratijagran.com

મેથી પાલકનો હાંડવો

હાંડવો તો દરેક લોકોઆ ખાધો જ હશે, પરંતુ મેથી પાલકનો હાંડવો નહીં ટ્રાય કર્યો હોય, નોંધી લો સરળ રેસીપી.

સામગ્રી

સોજી, બેસન, દહીં, પાલક, મેથી, આદુ-મરચાની પેસ્ટ, કોબીજ, ગાજર, તેલ, રાઈ, જીરું, તલ, મીઠો લીમડો, હિંગ, મીઠું, ઈનો.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં સોજી, બેસન, દહીં અને પાણી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં ઝીણા સમારેલ પાલક, મેથી, ગાજર, કોબી અને આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં ઈનો નાખીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું, તલ, મીઠો લીમડો સાંતળી બેટર ઉમેરીને પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે મેથી પાલકનો હાંડવો, તમે મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુ નિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Bajra Khichdi Recipe: બાજરાની ખીચડી બનાવવાની રીત