ગુજરાતમાં મોટાભાગના લોકો કાઠિયાવાડી રેસીપી ટ્રાય કરતા હોય છે, આજે આપડે ઘરે કાઠિયાવાડી સ્ટાઈલ સેવ ડુંગળીનો ચસ્કો માણીશું.
સેવ, ડુંગળી, તેલ, રાઈ-જીરું, પાણી, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હિંગ, હળદર, મીઠું, ખાંડ, લીંબુનો રસ, કોથમરી.
સૌ પ્રથમ ડુંગળીને છાલ કાઢી ઝીણી સમારીને પાણીમાં રાખો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ-જીરું,હિંગ-હળદર ઉમેરીને થોડીવાર સાંતળી લો.
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં જણાવેલ મસાલા અને ઝીણી સેવ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં થોડુ પાણી નખીને થોડીવાર પકાવી લો.
તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઈલ સેવ ડુંગળીનું શાક તમે કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.