શિયાળામાં ગુંદની વિવિધ રેસીપી તમે ટ્રાય કરતા હોય છીએ, આજે અમે તમને આથેલો ગુંદની રીત જણાવીશું.
ગુંદ, બદામ, કાજુ, સુવાદાણા, કોકોનટ, દળેલી ખાંડ, આદુ-ફુદીનાનો પાઉડર,
સૌ પ્રથમ એક મિક્સર જારમાં ગુંદને ગ્રાઈન્ડ કરી એક બાઉલમાં કાઢી લો.
હવે કાજુ, બદામ, સુવાદાણા નાખીને ગ્રાઈન્ડ કરી બાઉલમાં કાઢી લો.
હવે તેમાં ક્રશ કરેલ કોકોનટ, દળેલી ખાંડ, આદુ પાવડર, ફુદીનાના પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક પેનમાં ઘી અને ગોળ ગરમ કરી બધી સામગ્રી મિક્સ કરી લો.
તૈયાર છે આથેલો કાચો ગુંદ, તમે લાડુ બનાવીને અથવા કોરમોકરું સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.