14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના તહેવાર દરેક લોકો વિવિધ પ્રકારની ચિક્કી બનાવતા હોય છે, આજે અમે તમને દાળિયાની ક્રિસ્પી ચીકી બનાવવાની રીત જણાવીશું.
દાળિયા, ગોળ, પાણી, ઘી, ખાવાનો સોડા.
સૌ પ્રથમ એક પેનમાં ચણાની દાળને શેકી ફોતરી કાઢી લો.
હવે એક પેનમાં ગોળ અને પાણી ઉમેરીને ઓગાળી લો.
હવે ચાસણી તૈયાર થાય એટલે તેમાં એક ચમચી ઘી ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં એક ચમચી ખાવાનો સોડા નાખીને બરાબર મિક્ષ કરી લો.
હવે તેમાં દાળિયાની દાળ ઉમેરીને બરાબર ગોળ સાથે મિક્ષ કરી એક પ્લેટમાં કાઢી પાથરી દો.
હવે થોડી વાર ઠંડુ થાય પછી છરી વડે ચોસલા પાડી લો.
તૈયાર છે ઉત્તરાયણ સ્પેશિયલ દાળિયાની ચિક્કી, તમે આ મકરસંક્રાંતિ પર ઘરે ટ્રાય કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.