મેગી તો દરેક લોકોને પસંદ હોય છે, આજે અમે તમને મેગીની યુનિક વાનગી બનાવવાની રીત જણાવીશું.
તેલ, કેપ્સીકમ, ટમેટા, ગાજર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ હળદર-મીઠું-મરચું પાઉડર, પાણી, મેગી, મેગી મસાલો, કોથમરી,ચીઝ સ્લાઈસ.
સૌ પ્રથમ તમામ શાકભાજીને બારીક સમારી લો અને પછી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તેલ, કેપ્સીકમ, ટમેટા, ગાજર ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ હળદર-મીઠું-મરચું ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં પાણી ઉમેરી પછી તેમાં મેગી નાખીને સારી રીતે પકાવી લો.
હવે તેમાં મેગી મસાલો ઉમેરીને મિક્સ કરી ઉપર ચીઝ સ્લાઈસ મૂકો.
તૈયાર છે ચીઝ ચીલી મેગી, તમે કોથમરી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.