આ એક યુનિક રેસીપી છે તમે શિયાળામાં આ રેસીપી ઘરે ટ્રાય કરી શકો છો, નોંધી લો સરળ રેસીપી.
બટાકા, લીલા મરચા, લસણ, આદુ, મીઠું, હિંગ , હળદર પાવડર, કોથમીર, બેસન, દહીં, ગોળ, તેલ, સૂકા લાલ મરચા, મીઠો લીમડો, મેથીના દાણા, જીરું, ધાણાજીરું.
સૌ પ્રથમ એક કૂકરમાં બટાકા બાફી લો અને પછી એક બાઉલમાં ચણાનો લોટ,મીઠું,પાણી ઉમેરીને મિક્સ કરી બેટર તૈયાર કરી લો.
હવે એક મિક્સર જારમાં આદુ-લસણ અને મરચાની પેસ્ટ બનાવી પછી પેનમાં તેલ ગરમ કરી રાઈ,જીરું,હિંગ,આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને વઘાર કરી લો.
હવે તેમાં બાફેલા બટાકાની મેસ,કોથમરી,મીઠું-મસાલા ઉમેરીને મિક્સ કરી વડા બનાવીને તેલમાં તળી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી મસાલા ઉમેરીને કઢી તૈયાર કરી લો.
તૈયાર છે બટાકા વડા તમે ઠંડા માહોલમાં ઘરે ગરમા-ગરમ ટ્રાય કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.