Gobhi Paratha Recipe: ગોબી પરાઠા બનાવવાની રીત


By Vanraj Dabhi23, Nov 2024 10:57 AMgujaratijagran.com

ગોબી પરાઠા

પરાઠા તો દરેક લોકોએ ખાધા જ હશે, પરંતુ તમે ગોબીના પરાઠા નહીં ટ્રાય કર્યા હોય, આજે અમે તમને ફ્લાવર ગોબીના પરાઠા બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

ફુલગોબી, મીઠું, ઘઉંનો લોટ, ચણાનો લોટ,પાણી, લાલ મરચું પાવડ, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો, ચાટ મસાલો,આદુ મરચાની પેસ્ટ, કોથમરી, તેલ, જીરું, અજમો, હિંગ,

સ્ટેપ-1

સૌ પ્રથમ ફુલગોબીને ઝણું સમારી ખમણી વડે છીણી લો.

સ્ટેપ-2

હવે તેમાં મીઠું નાખીને થોડી વાર પછી તેમાંથી પાણી નીતારી લો.

સ્ટેપ-3

હવે એક બાઉલમાં ઘઉં અને ચણાનો લોટ લઈ તેમાં ફ્લાવરમાંથી નીતારેલ પાણી વડે લોટ બાંધી લો.

સ્ટેપ-4

હવે ફ્લાવરના છીણમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો, ચાટ મસાલો, આદુ-મરચાની પેસ્ટ અને કોથમરી નાખીને સ્ટફિંગ તૈયાર કરી લો.

સ્ટેપ-5

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું,અજમો,હિંગ ઉમેરીને તેમાં સ્ટફિંગ ઉમેરો અને ઉપર થોડું મીઠું નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-6

હવે લોટમાંથી લૂઆ બનાવી પરાઠાનું સ્ટફિંગ ભરી ફરીથી પરાઠા વણી લો.

સ્ટેપ-7

હવે એક તવો ગરમ કરી તેની પર પરાઠા શેકી લો.

સર્વ કરો

તૈયાર છે ગોબીના પરાઠા, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Til Ladoo Recipe: શિયાળામાં તલના લાડવા બનાવવાની રીત