Til Ladoo Recipe: શિયાળામાં તલના લાડવા બનાવવાની રીત


By Vanraj Dabhi22, Nov 2024 05:21 PMgujaratijagran.com

તલના લાડવા

શિયાળામાં તલ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરને અંદરથી ગરમ રાખવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં પણ મદદરૂપ છે. ચાલો જાણીએ તલના લાડુ બનાવવાની રીત વિશે.

સામગ્રી

સફેદ તલ - 2 કપ, ગોળ - 1 કપ, ઘી - 2 ચમચી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક કડાઈમાં સફેદ તલ નાખી હળવા શેકીને તેને એક પ્લેટમાં કાઢી લો.

સ્ટેપ-2

હવે એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં ગોળ નાખીને ઓગાળી લો.

સ્ટેપ-3

હવે ગોળની રબડીમાં શેકેલા તલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તમારા હાથ પર ઘી લગાવીને મિશ્રણ થોડું ઠંડુ થાય પછી લાડુ બનાવી લો.

સ્ટેપ-5

આ લાડુને તમે કાચની બરણીમાં સ્ટોર કરી શકો છો.

ટીપ્સ

તલના લાડુ શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી. તમે તેમાં ખોયા પણ મિક્સ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Amla Chunda Recipe: આંબળાનો છૂંદો બનાવવાની રીત