ઉત્તરાયણ પર દરેક લોકો તલમાંથી વિવિધ રેસીપી ટ્રાય કરતા હોય છે, આજે અમે તમને તલની બરફી બનાવવાની રીત જણાવીશું.
તલ, ગોળ, નાળિયેર, ઘી, ખજૂર, મિલ્ક પાવડર, ગોંદ.
સૌ પ્રથમ એક પેનમાં તલને હળવા શેકીને એક વાસણમાં કાઢી લો
હવે એક પેનમાં ઘી ગરમ કરી ગોંદ શેકીને આંક બાઉલમાં કાઢી લો.
હવે બંને ઠંડા થાય એટલે તેને મિક્સર જારમાં નાખીને ગ્રાઈન્ડ કરી લો અને ખજૂરના ઠડીયા કાઢી લો.
હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ખજૂર, ગોળ નાખીને ઓગાળી લો.
હવે તેમાં તલ અને ગોંદનું મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
હવે આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી પાથરી તે ઠંડુ થાય એટલે છરી વડે ચોસલા બનાવી લો.
તૈયાર છે તલની બરફી, તમે ઉત્તરાયણ આ રેસીપી ટ્રાય કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.