દરેક લોકોએ દહીંવડા ખાધા હશે, આજે અમે તમને બજાર જેવા જ પરફેક્ટ દહીં વડાની રેસીપી જણાવીશું.
દહીં, લાલ મરચું પાવડર, ખાંડ, મીઠું, સંચળ પાવડર, સેકેલું જીરું, મરી પાવડર, કોથમરી, સામો, બટેટા, તેલ, કાજુ, કિસમિસ, આદુ-મરચાની પેસ્ટ, તીખી અને મીઠી ચટણી.
સૌ પ્રથમ એક તપેલીમાં 1 કપ સામો(મોરૈયો) અને તેમાં પાણી ઉમેરી બે-ત્રણ વાર તેને ધોઈ લો.
હવે એક કૂકરમાં સામો,પાણી,બટેટા ઉમેરીને 2-3 સીટી વાગે ત્યાં સુઘી પકાવો.
હવે આ મિશ્રણમાં મરી પાવડર,શેકેલુ જીરું,સંચળ પાવડર,કિસમિસ,કાજુ,આદુ-મરચાની પેસ્ટ,કોથમરી ઉમેરીને મિક્સ કરો.
તૈયાર કરેલ મિશ્રણમાંથી નાના નાના વડા બનાવી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરો.
હવે ગરમ તેલમાં વડા તળીને એક ડિશમાં કાઢી લો.
હવે જેટલા વડા સર્વ કરવા હોય તેટલા એક બાઉલમાં પાણામાં થોડી વાર પલાળીને ડિશમાં કાઢી તેના પર દહીં,તીખી-મીઠી ચટણી,કાજુ,કોથમરી,શેકેલ જીરું પાવડર અને લાલ મરચું છાંટીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.