10 મિનિટમાં બનાવો મસાલેદાર લીલા ટામેટાંનું શાક


By Vanraj Dabhi07, Feb 2025 03:52 PMgujaratijagran.com

લીલા ટામેટાંનું શાક

લીલી ટામેટાની ચટણી તો ખાધી જ હશે, પરંતુ આજે લીલા ટામેટાંમાંથી પણ મસાલેદાર શાક બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

લીલા ટામેટાં, ડુંગળી, લસણ, મરચાં, કોથમરી, ગરમ મસાલો, હળદર, મીઠું, લાલ મરચું, જીરું.

સ્ટેપ-1

સૌપ્રથમ લસણને છોલી પછી તેને વાટીને એક બાઉલમાં લાલ મરચું, હળદર, મીઠું, શાકભાજીનો મસાલો, ગરમ મસાલો અને ત્રણ ચમચી પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-2

હવે આમલી, ડુંગળી અને મરચાં, ટામેટાંને સમારી લો.

સ્ટેપ-3

હવે પેનમાં તેલ ગરમ તેમાં જીરું, ડુંગળી અને મરચાં ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ- 4

2 મિનિટ પછી સમારેલા ટામેટાં ઉમેરીને તેને સારી રીતે પકાવી લો.

ગાર્નિશ કરો

હવે ઉપર લીલા ધાણા ઉમેરીને ગાર્નિશ કરો

સર્વ કરો

તૈયાર છે મસાલેદાર લીલા ટામેટાંનું શાક તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

PPFમાં દર મહિને રૂપિયા 11 હજાર જમા કરાવો તો પાકવા સમયે કેટલુ ભંડોળ તૈયાર થાય?