છોલે ભટુરે ખાવા દરેક લોકોને પસંદ હોય છે પરંતુ તે ઘણી વખત પરફેક્ટ બનતા નથી, ચાલો જાણીએ તેની સરળ રેસીપી.
કાબુલી ચણા, ડુંગળી, ટામેટા, આદુ, લસણ, આખા મસાલા, છોલે મસાલો, ગરમ મસાલો, કસુરી મેથી, હળદર પાવડર, લાલ મરચું પાવડર, તેલ, કોથમીર, ઘઉંનો લોટ, સોજી, ખાંડ, મીઠું, દહીં, બેકિંગ સોડા.
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ,સોજી,મીઠું,ખાંડ વગેરે ઉમેરીને થોડું પાણી નાખીને લોટ બાંધી લો.
હવે એક બાઉલમાં કાબુલી ચણા ધોઈને બાફીને પછી એક કૂકરમાં બધા મસાલા અને ડુંગળી ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં તેમાં ટમેટાની પ્યુરી અને બાફેલા ચણા ઉમેરીને મિક્સ કરી અને જરૂર મુજબ પાણી ઉમેરીને થોડીવાર પકાવી લો.
હવે લોટમાંથી નાના નાના બોલ બનાવીને ભટુરે બનાવી લો અને પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલા ભટુરે તેલમાં તળી લો.
તૈયાર છે ઇન્સ્ટન્ટ છોલે ભટુરેની રેસીપી,તમે ગરમા ગમર સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.