દરેક લોકોને બ્રાઉની ગમે છે, અને ખાસ કરીને બાળકો તેને ખાવાનો આનંદ માણે છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ બ્રાઉની સામાન્ય રીતે લોટ અને ખાંડમાંથી બનેલી હોય છે.
આજે અમે તમને લોટ અને સુગર ફ્રી બ્રાઉની બનાવવાની રીત જણાવીશું, આ બ્રાઉની તમે બાળકોને પણ ખવડાવી શકો છો.
ઓટ્સ, ઘઉંનો લોટ, નાળિયેર, ખાંડ, ખજૂર, ઈંડા, કોકો પાવડર, ડાર્ક ચોકલેટ, બેકિંગ સોડા અને બટરની જરૂર પડશે.
સૌ પ્રથમ ખજૂરને સારી રીતે પીસીને તેની બરછટ પેસ્ટ તૈયાર કરી લો, આ પછી ડાર્ક ચોકલેટને એક પેનમાં સારી રીતે ઓગળી લો.
એક અલગ વાસણમાં માખણ ઓગળી તેને ચોકલેટમાં ઉમેરો અને બંનેને સારી રીતે મિક્સ કરો. ચોકલેટ પૂરી રીતે ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો અને મિશ્રણને બાજુ પર રાખો.
હવે તેમાં નારિયેળ, ખાંડ, ઇંડા ઉમેરીને તેને બીટ કરો.
એક વાસણમાં ઓટ્સ, લોટ, કોકો પાઉડર, ખાવાનો સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરી તેમાં ઈંડાનું બેટર ઉમેરો.
હવે આ મિશ્રણને બેકિંગ પેનમાં બટર પેપર લગાવીને સારી રીતે ફેલાવો અને તેને સેટ થવા દો. અને પછી ચોકો ચિપ્સ અથવા નાળિયેર ખાંડ છંટકાવ કરી શકો છો.
હવે આ મિશ્રણ થોડીવાર સેટ થઈ જાય પછી, તેને 355 ડિગ્રી ફેરનહીટ પર 20 મિનિટ માટે બેક કરીને પછી બ્રાઉનીને ઠંડી થવા માટે બાજુ પર રાખો.
તૈયાર છે બ્રાઉની તમે બાળકોના ટિફિનમાં પણ આપી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.