સ્વતંત્રતા દિવસ કે કોઈ ખાસ પ્રસંગે ઘરે જ ત્રિરંગી બરફી કેવી રીતે બનાવવી. ચાલો સરળ રીત જાણીએ.
નારિયેળ પાવડર, દૂધ, ખાંડ, દેશી ઘી, હળદર, પાલક અને ગાજર.
ગાજરને બાફીને તેની પેસ્ટ તૈયાર કરો. તેને નારિયેળ પાવડર, દૂધ અને ખાંડ સાથે રાંધો.
આ પછી બરફીનું સફેદ પડ બનાવવા માટે નારિયેળ, દૂધ અને ખાંડ ઉમેરો અને ધીમા તાપે રાંધો.
પાલકને ઉકાળો અને તેની પેસ્ટ બનાવો. તેમાં બીજી વસ્તુઓ મિક્સ કરો અને તેને સારી રીતે રાંધો. આ બરફીને લીલો રંગ આપશે.
પહેલા ટ્રે પર ગાજરનો એક સ્તર ફેલાવો, પછી સફેદ સ્તર અને લાસ્ટમાં લીલો રંગનું સ્તરને સારી રીતે દબાવો અને ફેલાવો જેથી રંગો અલગથી દેખાય.
હવે આ બરફીને ઓછામાં ઓછા 1 કલાક માટે ફ્રીજમાં રાખો જેથી તે સંપૂર્ણપણે સેટ થઈ જાય.
હવે બરફીને નાના ચોરસ અથવા ડાયમંડના આકારમાં કાપો. તેને પિસ્તા અથવા નારિયેળથી ગાર્નિશ કરો અને સર્વ કરો.