Makai Handvo Recipe: લીલી મકાઈનો હાંડવો બનાવવાની રીત


By Vanraj Dabhi01, Dec 2024 11:15 AMgujaratijagran.com

મકાઈનો હાંડવો

હાંડવો તમે ઘણી વાર ઘરે બનાવ્યો હશે પરંતુ તમે ક્યારેય મકાઈનો હાંડવો નહીં ટ્રાય કર્યો હયો, નોંધી લો રેસીપી.

સામગ્રી

સ્વીટકોર્ન,સોજી,ચણાનો લોટ,આદુ-મરચાંની પેસ્ટ,મીઠું,મગફળી,પાલક,દહીં,અડદની દાળ,સફેદ તલ,સરસવ,મીઠો લીમડો,હિંગ,ઈનો.

સ્ટેપ-1

સૌ પ્રથમ મકાઈના દાણાને ચોપ કરી એખ મિક્સર જારમાં મકાઈના દાણા,લસણ,લીલા મરચા,આદુ ઉમેરી ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં મકાઈની પેસ્ટ,રવો,ચણાનો લોટ,પાલક,દહીં,પાણી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં મગફળીનો ભુકો કરી લો અને એક પેનમાં તેલ ગરમ કરી અડદની દાળ,તલ,રાઈ,મીઠો લીમડો,હિંગ ઉમેરી સાંતળી મકાઈના મિશ્રણ પર નાખીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તલ સાંતળી પછી બેટમાં ઈનો મિક્સ કરીને પેનામાં રેડો અને હાંડવાને ધીમી આંચ પર પકાવો.

સર્વ કરો

તૈયાર છે મકાઈનો હાંડવો, તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કાનની પાસે આવીને શા માટે ગણગણાટ કરે છે મચ્છર?