હાંડવો તો દરેક લોકોએ ખાધો જ હશે, આજે અમે તમને મેથી અને બાજરાનો હાંડવો બનાવવાની રીત જણાવીશું.
બાજરાનો લોટ, રવો, બેસન, દહીં, પાણી, દૂધીનું છીણ, ગાજર, મેથીના પાંદડા, લીલુ લસણ, સીંગદાણા, લીલા મરચા, આદુ, મીઠું, ગરમ મસાલા, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, તેલ, સફેદ તલ, રાઈ, મીઠો લીમડો.
સૌ પ્રથમ એક બાઉલમાં બાજરાનો લોટ, રવો, બેસન, દહીં ઉમેરીને મિક્સ કરો.
હવે તેમાં થોડું થોડુ પાણી ઉમેરીને થીક બેટર બનાવી 10 મિનિટ સેટ થવા દો.
હવે તેમાં દૂધીનું છીણ, ગાજર, મેથીની ભાજી, લીલુ લસણ, સીંગદાણા, લીલા મરચા, આદુની પેસ્ટ, મીઠું, ગરમ મસાલા, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, તેલ નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં ખાંડ, હિંગ ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં ઈનો, લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સફેદ તલ, રાઈ, મીઠો લીમડો અને બેટર રેડીને પકાવી લો.
તૈયાર છે બાજરા મેથીનો હાંડવો, તમે મનપસંદ ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.