Makai Dhokla Recipe: મકાઈના ઢોકળા રેસીપી


By Vanraj Dabhi14, Dec 2024 10:40 AMgujaratijagran.com

મકાઈના ઢોકળા

ઢોકળા ખાવા દરેક લોકોને પસંદ હોય છે, આજે અમે તમને મકાઈના ઢોકળા બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

મકાઈનો લોટ,દહીં,આદુ-લીલા મરચાની પેસ્ટ,મરચું પાવડર,તેલ,સ્વાદ માટે મીઠું,સરસવ,તલ,હિંગ,ફ્રુટ સોલ્ટ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં મકાઈનો લોટ,રવો,દહીં,આદુ-લીલા મરચાંની પેસ્ટ,મરચું પાવડર,અડધી ચમચી તેલ,મીઠું અને અડધો કપ પાણી નાખીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ- 2

હવે તેમાં ફ્રુટ સોલ્ટ ઉમેરીને તેના પર 2 ચમચી પાણી રેડીને હળવા હાથે મિક્સ કરીને બેટર બનાવી લો.

સ્ટેપ- 3

બેટરને ગોળાકારની પ્લેટને ઘીથી ગ્રીસ કરીને તેમાં એક સમાન સ્તરમાં ફેલાવી દો.

સ્ટેપ- 4

તેના પર ઢાંકણ ઢાંકીને ઢોકળાને પકાવીને થાડીવાર ઠંડા થાય પછી છરી વડે ટુકડા કરી લો.

સ્ટેપ- 5

હવે એક નૉન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,તલ,હિંગ ઉમેરીને સાંતળી વઘાર તૈયાર કરીને ઢોકળા પર રેડો.

સર્વ કરો

હવે તૈયાર છે મકાઈના ઢોકળા તમે લીલી ચટણી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અન્ય રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કાચબા સાથે સંકળાયેલી આ ખૂબ જ રસપ્રદ માહિતી જાણો