મહાકુંભમાં માળા વેચતી મોનાલિસા તેની સુંદરતા, મોહક આંખો અને સ્મિતથી ઇન્ટરનેટ પર છવાઈ ગઈ અને તે રાતોરાત સ્ટાર બની ગઈ છે.
મોલાવિસા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેથી મોનાલિસાના અદ્ભુત પરિવર્તનને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. પણ શું તમે તેની બહેન ઇશિકાને જોઈ છે?
ઈશિકા મોનાલિસા કરતા ઉંમરમાં નાની છે. તે તેના નાના કાકાની દીકરી છે. સુંદરતામાં ઇશિકા મોનાલિસાથી ઓછી નથી.
મોનાલિસાની જેમ ઈશિકા પણ મહાકુંભમાં માળા વેચવા માટે જતી હતી. ઇશિકાના મતે, ઘણા લોકો તેને મોનાલિસા સમજી બેઠા હતા. કારણ કે તેમનો દેખાવ એકદમ સરખો હતો.
ઇશિકાનો ચહેરો અને આંખો બંને તેની બહેન જેવા જ છે. તેમના લુકમાં આટલી બધી સમાનતા જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ઈશિકાના માળા વેચતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તે પણ મોનાલિસાની જેમ નિર્દોષ અને ભોળી લાગી રહી છે.
બંને બહેનો સારી રીતે મળે છે. ઇન્સ્ટા પર તેમના ઘણા બધા ફોટા એકસાથે છે. યુઝર્સ કહે છે કે ઇશિકાને પણ ફિલ્મોની ઓફર મળવી જોઈએ.
મોનાલિસાની ડેબ્યૂ ફિલ્મનું નામ ધ ડાયરી ઓફ મણિપુર છે અને તેનું નિર્દેશન સનોજ મિશ્રા કરી રહ્યા છે.
મનોરંજન સંબંધીત આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.