Moong dal Pithla: ટેસ્ટી મગની દાળનું શાક બનાવવાની નવી રીત


By Vanraj Dabhi12, Apr 2025 12:33 PMgujaratijagran.com

મગની દાળનું શાક

મગ કે મગની દાળનું શાક તો દરેક લોકોએ ખાધુ જ હશે, આજે અમે તમને ટેસ્ટી શાક કેવી રીતે બનાવવું તેની રીત જણાવીશું.

સામગ્રી

મગની દાળ, ડુંગળી, લસણ, લીલા મરચાં, હિંગ, ઘી, જીરું, રાઈ, મીઠો લીમડો, હળદર, લીંબુ, ધાણાજીરું.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં મગની દાળને ધોઈને 30 મિનિટ પલાળી રાખો.

સ્ટેપ-2

હવે એક મિક્સર જારમાં લીલા મરચાં, જીરું, લસણ ઉમેરીને પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-3

હવે તે જ મિક્સર જારમાં પલાળેલી મગની દાળ અને થોડું પાણી ઉમેરીને પીસીને એક બાલમાં કાઢી લો.

સ્ટેપ-4

હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, મરચાની પેસ્ટ, મીઠો લીમડો અને ડુંગળી ઉમેરીને વઘાર તૈયાર કરો.

સ્ટેપ-5

હવે તેમાં પીસેલી મગની દાળ ઉમેરીને તેમાં લીંબુનો રસ નાખીને સારી રીતે મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે મગની દાળનું ટેસ્ટી શાક, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

RD અથવા SIP આ પૈકી 10 વર્ષ માટે કોણ છે સૌથી બેસ્ટ?