Mukhwas Recipe: તલ અને વરીયાળીનો મુખવાસ બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi09, Jan 2025 02:31 PMgujaratijagran.com

મુખવાસ

તલ અને વરિયાળીનો ઉપયોગ મોટા ભાગે માઉથ ફ્રેશનર તરીકે થતો હોય, તેથી જો તેમ ઘરે આવતા મહેમાનો માટે મુખવાસ બનાવવા માંગતા હોવ તો તમે તલ વરીયાળીનો મુખવાસ ટ્રાય કરો.

સામગ્રી

તલ, વરીયાળી, અજમો, મીઠું, હળદર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક થાળીમાં તલની વચ્ચે હળદર, મીઠું અને એક ચમચી પાણી ઉમેરીને મસળીને મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે બીજી એક થાળીમાં વરીયાળી, હળદર,મીઠું અને એક ચમચી પાણી ઉમેરીને મસળીને મિકસ કરી લો.

સ્ટેપ-3

હવે ત્રીજી થાળીમાં અજમો, હળદર, મીઠું અને એક ચમચી પાણી ઉમેરીને મસળને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં એક પછી એક એમ ત્રણેય સામગ્રીને હળવી શેકી લો.

સ્ટેપ-5

હવે એક બાઉલમાં બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે તલ અને વરિયાળીનો મુખવાસ, તમે ભોજન લીધા પછી સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાકઈ-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Leftover Dal Paratha: બચેલી દાળમાંથી ઘરે બનાવો કુણા માખણ જેવા પરાઠા