દરેક લોકોએ પરાઠા તો ખાધા જ હશે, આજે અમે બચેલી દાળના પરાઠા બનાવવાની રીત જણાવીશું.
ઘઉંનો લોટ, બચેલી દાળ, તેલ, કોથમીર, મેથીના પાન, લીલું મરચું, મીઠું, જીરું, તલ.
સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ ચાળી લો.
હવે તમાં બચેલી દાળ, લીલા મરચાની કટકી, કોથમરી, મેથીના પાન, મીઠું, જીરું અને તલ ઉમેરો.
આ બધી સામગ્રી મિક્ષ કરી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખીને લોટ બાંધી લો.
હવે તેમાં તેલનું મોણ ઉમેરીને કૂણી પછી લોટમાંથી નાના નાના લૂઆ બનાવી લો.
હવે તેને પાટલા અને વેલણની મદદથી પરાઠા વણી એક તવા પર મૂકી એક ચમચી તેલ ઉમેરીને બંને બાજુ શેકી લો.
તૈયાર છે બચેલી દાળના પરાઠા, તમે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.