બાળકો માટે લંચ બોક્સ માટે ટેસ્ટી નાસ્તો બનાવવો છે તો આ રેસિપી તમારા કામની છે.
સોજી, બાફેલા ભાત, પલાળેલા પૌઆ, દહીં, તેલ, જીરૂ, રાઈ,મીઠા લીમડાના પાન,હીંગ, આદુ, મરચા, લસણ, મીઠું, ખાવાનો સોડા, પાણી, લાલ મરચું, તેલ તલ.
સૌપ્રથમ બાફેલા ભાત, સોજી, પલાળેલા પૌઆને મિક્સર જારમાં ક્રશ કરી બેટર બનાવી લો.
હવે એક વઘારીયામાં તેલ લો. તેમા રાઈ, મીઠા લીમડાના પાન, હીંગ, જીરુ, આદુ મરચાની પેસ્ટ ઉમેરો. આ તડકાને બેટર પર રેડી મિક્સ કરો.
પછી આ બેટરમાં મુઠું અને ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરો.
હવે ઢોકળીયાની પ્લેટમાં તેલ લગાવી આ બેટરને પાથરો અને ઉપર તલ અને લાલ મરચું પાવડર ઉમેરો.
15 મિનિટ પાકવા દો. તૈયાર છે તમારા અલગ જ પ્રકારના ઢોકળા અને સ્કૂલનો નાસ્તો.