નાણામંત્રીએ આવકવેરાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે શ્રમજીવી લોકોને મોટી ભેટ આપી છે.
બજેટમાં નાણામંત્રીએ કહ્યું કે, 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે.
હવે તમારે મહિને 1 લાખ રૂપિયાની આવક અથવા પગાર પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
આ વખતે કરદાતાઓને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. એવું માનવામાં આવતું હતું કે જૂની અને નવી આવકવેરા પ્રણાલીમાં કરદાતાઓને ઘણી છૂટ અને કપાત આપવામાં આવી શકે છે.
નાણામંત્રીએ જાહેરાત કરતા કહ્યું છે કે, હવે 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત રહેશે. ઉપરાંત, તેને રૂ. 75000ની સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે.
4-8 લાખ પર 5% ટેક્ષ, 8-12 લાખની આવક પર 10% ટેક્ષ, 12-16 લાખની આવક પર 15% ટેક્ષ, 16-20 લાખની આવક પર 20% ટેક્ષ, અને 20-24 લાખની આવક પર 25% ટેક્ષ છે.
દેશમાં આવકવેરાનો નવો કાયદો બનશે. આ માટે સરકાર આવતા અઠવાડિયે નવું બિલ લાવશે.
દેશમાં હાલમાં 1961નો આવકવેરા કાયદો અમલમાં છે. બજેટ 2020 માં, સરકારે આ કાયદા હેઠળ નવી કર વ્યવસ્થા લાગુ કરી હતી.
બજેટ સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.