Kanda Bhajia Recipe: કાંદાના ભજીયા બનાવવાની પરફેક્ટ રીત


By Vanraj Dabhi16, Mar 2025 10:01 AMgujaratijagran.com

ડુંગળીના ભજીયા

સવારે નાસ્તામાં ડુંગળીના ક્રિસ્પી ભજીયા પસંદ હોય તો તમે ઘરે આ રેસીપી જરૂર બનાવી શકો છો, નોંધી લો રેસીપી.

સામગ્રી

ડુંગળી, ચણાનો લોટ, આદુ, મીઠો લીમડો, લીલા મરચા, કોથમરી, અજમો, લાલ મરચું, હળદર, મીઠું, તેલ.

સ્ટેપ-1

સૌથી પહેલા ડુંગળીને સમારીને એક વાસણમાં નાખીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-2

હવે તેમાં મીઠું,મીઠો લીમડો,ધાણાજીરું,લીલું મરચું,આદુ,અજમો,હળદર અને લાલ મરચું પાવડર નાખીને બરાબર મિક્સ કરો.

સ્ટેપ-3

હવે ચણાનો લોટ ઉમેરીને બધી સામગ્રી સાથે મિક્સ કરી અને એક કડાઈમાં તેલ ગરમ કરો.

સ્ટેપ-4

તેલ બરાબર ગરમ થાય એટલે ભજીયા બનાવીને તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને એક વાસણમાં કાઢી લો.

સર્વ કરો

ડુંગળીના ક્રિસ્પી ભજીયા તૈયાર છે,તમે તેને સાંજના નાસ્તામાં ચા સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પોસ્ટ ઓફિસની 2 વર્ષની FDમાં રૂપિયા 5 લાખ જમા કરો તો પાકવા સમયે કેટલા પૈસા મળે