Panipuri Masala Recipe: આ રીત ઘરે બનાવવો પાણીપુરીનો પરફેક્ટ મસાલો


By Vanraj Dabhi30, Mar 2025 04:15 PMgujaratijagran.com

પાણીપુરીનો મસાલો

પાણીપુરી દરેકને પસંદ હોય છે પરંતુ ઘરે તેનો મસાલો પરફેક્ટ બનતો નથી,ચાલો જાણીએ પાણીપુરીનો મસાલો બનાવવાની પરફેક્ટ રીત.

સામગ્રી

બાફેલા બટેટા,બાફેલા ચણા,બાફેલા મગ,બૂંદી,ધાણાજીરું,સંચળ,હીંગ,શેકેલ જીરું,ગરમ મસાલો,પાણીપુરીનો મસાલો,આમચૂરણ,કોથમરી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં ચણા,બટેટા અને મગને પાણી અને મીઠું ઉમેરીને બાફી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં છાલ ઉતારેલા બાફેલા બટેટા,બાફેલા ચણા,મગ અને બૂંદી ઉમેરો.

સ્ટેપ-3

હવે તેમાં ધાણાજીરું,સંચળ,હીંગ,શેકેલ જીરું,ગરમ મસાલો,પાણીપુરીનો મસાલો,આમચૂરણ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં પાણીપુરીના ગ્રીન પાણીને ગાળીને કાઢેલી લીલી પેસ્ટ અને લાલ ચટણી ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે પાણીપુરીનો ચટપટો મસાલો તમે પાણીપુરી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Saragva Nu Shaak: ઢાબા જેવું ચટાકેદાર કાઠિયાવાડી સરગવા બટાકાનું શાક