Masala Dosa Recipe: ચીઝ મસાલા ઢોસા બનાવવાની રીત


By Vanraj Dabhi24, Dec 2024 03:36 PMgujaratijagran.com

ચીઝ મસાલા ઢોસા

સવારે કે સાંજે નાસ્તામાં ઢોસા ખાવાનું મન થાય તો તમે ચીઝ મસાલા ઢોસા ઘરે ટ્રાય કરી શકો છો.

સામગ્રી

તેલ, સરસવના દાણા, અડદની દાળ, ચણાની દાળ, લીલા મરચા, ડુંગળી, કરી પત્તા, હળદર, મીઠું, ધાણાજીરુ, બાફેલા બટાકા, કોથમીર, ઢોસાનું ખીરું, ઘી, મોઝેરેલા ચીઝ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, અડદની દાળ, ચણાની દાળ, લીલા મરચા, ડુંગળી, કરી પત્તા ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-2

હવે તેમાં હળદર, મીઠું, ધાણાજીરુ, બાફેલા બટાકા, કોથમીર ઉમેરીને તેને બરાબર મિક્ષ કરી લો.

સ્ટેપ-3

હવે એક તવા પર તેલ લગાવી ઢોસાનું બેટર રેડો ફેલાવી થોડી વાર પકાવી લો.

સ્ટેપ-4

હવે ઢોસા પર બટાકાનુમ સ્ટફિંગ ઉમેરીને ઉપર મોઝરેલા ચીઝ અને કોથમરી ગાર્નિશ કરીને ઢોસાને ક્રિસ્પી બનાવી લો.

સર્વ કરો

તૈયાર છે ક્રિસ્પી ચીઝ મસાલા ઢોસા, તમે નારિયેળની ચટણી સાથે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Aloo Tikki Recipe: હોમ મેઈડ આલુ ટિક્કી