શિયાળામાં ઘણા લોકોને નાસ્તા વિવિધ વેરાયટી પસંદ હોય છે, તમે મટર રોલ ઘરે બનાવવા માંગતા હોવ તો આ સરળ રેસીપી નોંધી લો.
મેંદો, મીઠું, તેલ, પાણી, જીરું, હિંગ, લીલા મરચાંની પેસ્ટ, લીલા વટાણા, હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું, ગરમ મસાલો, કોથમરી.
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ, મીઠું, તેલ અને પાણી ઉમેરીને બરાબર લોટ બાંધી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, લીલા મરચાંની પેસ્ટ, લીલા વટાણા ઉમેરીને પીસી તેમાં મસાલા ઉમેરીને મિક્સ કરી લો.
હવે લોટમાંથી લૂઓ લઈ પાટલા અને વેલણી મદદથી રોટલી જેમ વણીને પછી છરી વડે પટ્ટા બનાવી લો.
હવે તૈયાર કરેલ સ્ટફિંગ રોટલી પર મૂકી રોલ બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રોલને ક્રિસ્પી થાય ત્યા સુધી તળી લો.
તૈયાર છે ક્રિસ્પી રોલ તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.