ગુજરાતી જાગરણ આજે તમને રવા ઈટલીની રેસિપી જણાવશે. જે બાળકોને ખુબ સ્વાદિષ્ટ લાગશે.
રાઈ, ઘી, લીલા મરચા, આદુ, હીંગ અડદદાળ, ચણાદાળ, રવો, મીઠો લીમડો, કાજુ, હીંગ, કોથમરી, દહીં, બેકિંગ સોડા, તેલ.
સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી તેમા રાઈ, જીરું, સુકી અડદદાળ, ચણાદાળ ઉમેરી સાંતળી લો.
હવે તેમા લીલા મરચાની કટકી, આદુ, મીઠા લીમડાના પાન,કાજુના ટુકડા, હીંગ, રવો ઉમેરીને શેકી લો.
હવે તેમા કોથમરી, દહીં, પાણી ઉમેરીને બેટર બનાવી પછી ઈડલી મોલ્ડમાં તેલ લગાવો.
હવે ઈડલીના બેટરમાં પાણી,બેકિંગ સોડા ઉમેરી ખીરું થોડું પાતળું કરીને ઈડલી મોલ્ડમાં ખીરું રેડો અને 10 મિનિટ પકવો
હવે ઈડલીને બહાર કાઢી ઠંડી થાય પછી તમે નારિયેળની ચટણી કે સાંભાર સાથે તમે સર્વ કરી શકો છો.