Keri Nu Shaak Recipe: કાચી કેરીનુ ખાટુ મીઠુ શાક બનાવવાની રીત


By Vanraj Dabhi30, Mar 2025 11:45 AMgujaratijagran.com

કાચી કેરીનુ શાક

ઉનાળામાં કેરી ખૂબ જ ખાવામાં આવતી હોય છે, દરેક લોકો કેરીની વિવિધ રેસીપી ટ્રાય કરતા હોય છે, આજે અમે તમને કેરીનું શાક બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

કાચી કેરી, તેલ, હીંગ, જીરું, વરિયાળી, રાઈ, કાળા મરી, લવિંગ, હળદર, મીઠું, લાલ મરચું પાવડર, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ, પાણી, સુકા ફુદીનાના પાન.

સ્ટેપ- 1

સૌ પ્રથમ કાચી કેરીને ધોઈ સાફ કરી કેરીની ગોટલી કાઢીને કેરીના ટુકડા કરી લો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,વરિયાળી,લવિંગ નાખીને સાંતળી લો.

સ્ટેપ- 3

હવે તેમાં કેરીના ટુકડા,હળદર,મીઠું અને થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે થોડીવાર પકાવીને પછી તેમાં લાલ મરચું પાવડર,ધાણાજીરું,ખાંડ એક ગ્લાસ પાણી ઉમેરીને સારી રીતે પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે કાચી કેરીનું શાક, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Farali Sukhdi: ઘરે ફરાળી સુખડી કેવી રીતે બનાવવી, જાણો સરળ ગુજરાતી રેસીપી