ઉનાળામાં કાચી કેરીમાંથી આ હેલ્ધી ડ્રિંક બનાવીને સેવન કરવાથી નબળાઈ અને પેટની સમસ્યા દૂર થાય છે, નોંધી લો આ સરળ રેસીપી.
કાચી કેરી, સંચળ પાવડર, ધાણાજીરું પાઉડર,કાળા મરીનો પાઉડર, વરિયાળીનો પાઉડર, મીઠું, લીલા મરચા, આદું, ખાંડ કે સાકરનો પાઉડર, લીંબુનો રસ,ફુદીનાના પાન.
સૌ પ્રથમ કાચી કેરીની છાલ ઉતારી અંદરથી ગોટલી કાઢીને કેરીના ટુકડા કરી એક પ્રેશર કૂકરમાં બાફી લો.
એક વાસણમાં સંચળ પાવડર, ધાણાજીરું પાઉડર,કાળા મરીનો પાઉડર, વરિયાળીનો પાઉડર, મીઠું ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક મિક્સર જારમાં બાફેલી કેરી, લીલા મરચા, આદું અને તૈયાર કરેલ મસાલો ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો.
હવે એક વાસમાં ગરણી વડે ગાળી લો અને મિક્સર જારમાં સાકર કે ખાંડનો પાઉડર બનાવી લો.
હવે એક પેનમાં પાણી અને ખાંડ કે સાકરનો પાઉડર ઉમેરીને ઓગાળી તેમાં કેરીના બાફલાનું મિશ્રણ ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે આમ પન્ના તમે તેમાં લીંબુનો રસ ઉમેરીને એક ગ્લાસમાં ફુદીનના પાન અને લાલ મરચું પાઉડર છાંટીને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.