આ છે વિશ્વની 5 સૌથી ઊંચી પ્રતિમા


By Nileshkumar Zinzuwadiya04, May 2025 08:59 PMgujaratijagran.com

સ્ટેચ્યુ ઓફ યુનિટી

નર્મદા નદીના કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 597 ફૂટ છે. જે સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં તૈયાર કરવામાં આવેલ છે. આધાર સહિત 790 ફૂટ ઊંચી પ્રતિમા થાય છે.

વસંત મંદિર બુદ્ધ

ચીનના હેનાન પ્રાંતમાં આવેલ વસંત મંદિર બુદ્ધની મૂર્તિ 420 ફૂટ ઊંચી છે. તેનું નિર્માણ 1997માં થયું હતું.

લેક્યુન સેક્યા

મ્યાનમારમાં આવેલ લેક્યુન સેક્યા વિશ્વની ત્રીજા ક્રમની સૌથી ઊંચી પ્રતિમાં છે. તે ભગવાન બુદ્ધને સમર્પિત 381 ફૂટ ઊંચી છે.

ઉશીકુ દાઈબુત્સુ

જાપાનમાં ભગવાન બુદ્ધની મૂર્તિ ઉશીકુ દાઈબુત્સુની ઊંચાઈ 330 ફૂટ છે

સેંદાઈ ડાઈકનોન

સેંદાઈ ડાઈકનોન પણ જાપાનમાં આવેલ છે. તેની ઊંચાઈ 330 ફૂટ છે અને વર્ષ 1991માં નિર્માણ પામી હતી

Chilli Pickle: મસાલેદાર મરચાંનું અથાણું