Vagharelo Bhaat: ટામેટાં રાઈસ રેસીપી


By Vanraj Dabhi27, Jan 2025 04:20 PMgujaratijagran.com

ટામેટાં રાઈસ

ઘણા લોકો ભોજન સાથે દાળ ભાત કે પછી વઘારેલા ભાત ખાવાનું પસંદ કરતા હોય છે, તમે ઘરે ટામેટાંના વઘાર વડે યુનિક રેસીપી બનાવી શકો છો.

સામગ્રી

ટામેટાં, કેપ્સિકમ,ચોખા, લીલા વટાણા, કાજુ, હિંગ, સરસવ, જીરું, મીઠું, લસણ આદુની પેસ્ટ, હળદર પાઉડર, મીઠો લીમડો, લાલ મરચું પાઉડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં પાણી, મીઠું અને તેલ મિક્સ કરી ચોખા અને લીલા વટાણા નાખીને બાફી લો.

સ્ટેપ-2

હવે એક મિક્ષર જારમાં ટામેટાંની પ્યુરી બનાવી લો અને આદુ-લસણની પેસ્ટ બનાવી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ, અડદની દાળ, લવિંગ, મરી, જીરું, સૂખા લાલ મરચા, કાજુ, ડુંગળી અને મીઠો લીમડો ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે તેમાં ટામેટાંના પ્યુરી ઉમેરીને વઘારી તેમાં હળદર, મીઠું મરચું વંગેરે મસાલા ઉમેરીને મિકસ કરી લો.

સ્ટેપ-5

હવે તેમાં ભાત ઉમેરીને બધું બરાબર મિક્ષ કરી લો.

સર્વ કરો

તૈયાર છે ટામેટાં રાઈસ, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Kumbhaniya Bhajiya: ક્રિસ્પી કુંભણીયા ભજીયાની રેસીપી