હોળીના તહેવારને આડે ગણ્યા ગાંઠ્યા દિવસો બાકી છે ત્યારે આ તહેવાર પર ઘરના સભ્યો માટે યુનિક વાનગી બનાવવાનું વિચારી રહ્યા હોવ તો આજે અમે તમને ધાણી મમરાનો ચેવડોની રેસીપી જણાવીશું.
હોળી પર તમે જુવારની ધાણી, મમરાનો ચટપટો ચેવડો બનાવી શકો છો. આ ચેવડોના સ્વાદમાં ચટપટો હોવાથી સ્વાદિષ્ટ લાગશે.
ધાણી, મમરાનો ચેવડો સ્વાદની સાથે હેલ્થ માટે પણ સારો છે. જુવાર, મમરા અને ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે.
ધાણી,મમરા અને ખજૂર, શેકેલા ચણા, શેકેલી મોળી સિંગ, હળદર, લાલ મચરું, ખાંડ પાઉડર, મીઠું, તેલ, આમચુર પાઉડર, ધાણા પાઉડર, જીરુ, સંચળ.
સૌથી પહેલા એક કડાઈમાં ધાણીને 5 મીનીટ હળવી શેકી લો. ત્યાર બાદ મમરાને પણ એ જ રીતે શેકી લો.
હવે ચેવડાનો મસાલો તૈયાર કરવા માટે ધાણા પાઉડર, જીરુ, લાલ મરાચું, મીઠું, સંચર, ખાંડ પાઉડર, આમચુર પાઉડર મિક્ષરમાં નાખીને ગ્રાઈન્ડ કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી શેકેલા ચણા, સિંગને શેકો ત્યાર બાદ તેમાં ખજૂરના ટૂકડા નાંખીને મિક્સ કરી પછી તેમાં ચેવડાનો મસાલો ઉમેરીને મિક્સ કરો.
હવે એક વઘારિયામાં તેલ ગરમ કરી હિંગ, મીઠા લિંમડાના પાન અને મસાલાનો વઘાર તૈયાર કરીને મમરા અને ધાણીમાં મિક્સ કરો.
તૈયાર છે ધાણી-મમરાનો ચટપટો ચેવડો, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.