Liver Damage Symptoms: લિવર ડેમેજ થવાથી શું થાય?


By Sanket M Parekh16, Sep 2025 03:58 PMgujaratijagran.com

પાચનમાં ગરબડ

જ્યારે લિવર યોગ્ય રીતે કામ ના કરતું હોય, ત્યારે પાચન તંત્રમાં ગરબડ થતી હોય છે. જેના પરિણામે પેટમાં ગેસ, બળતરા અને અપચો જેવી સમસ્યા થઈ શકે છે.

કમળો

આંખો અને ત્વચા પીળી પડવી એ લિવર ખરાબ થવાનો એક મોટો સંકેત છે, જેને કમળો કહેવાય છે. આ દર્શાવે છે કે, લિવર બિલીરૂબિનને યોગ્ય રીતે પ્રોસેસ કરી રહ્યું નથી.

ઝડપથી વજન ઉતરવું

લિવર ખરાબ થવા પર અચાનક ભૂખ ઓછી લાગવા માંડે છે અને વજન પણ સડસડાટ ઉતરવા લાગે છે. લિવરમાં ગરબડના કારણે શરીરને યોગ્ય પોષણ ના મળતું હોવાના કારણે આમ થતું હોય છે.

પેટના જમણા ભાગમાં દુખાવો

લિવર ખરાબ થવા પર પેટના જમણાં ભાગમાં દુખાવો થઈ શકે છે. ખાસ કરીને જ્યારે સોજો વધે છે, ત્યારે આ દુખાવો અને અસ્વસ્થતા વધુ તીવ્ર થઈ જાય છે

માનસિક નબળાઈ

જો લિવર ઝેરી તત્વોને ફિલ્ટર ન કરી શકે તો તે લોહીમાં જવા લાગે છે. જેની સીધી અસર મગજ પર પડે છે. જેના પરિણામે વ્યક્તિને ભ્રમ, ચક્કર અથવા માનસિક નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

પગ અને પેટમાં સોજા

ઘણીવાર લિવર ડેમેજ થવા પર પગ અને પેટમાં સોજા આવી જાય છે, કારણ કે શરીરમાં પાણી અને મીઠાનું સંતુલન બગડી જવાના કારણે આમ થવા લાગે છે.

પેશાબ અને મળના રંગમાં ફેરફાર

પેશાબનો રંગ ઘેરો થઈ શકે છે અને મળનો રંગ હળવો કે સફેદ જેવો દેખાવા લાગે છે. આ પણ લિવર ખરાબ થવાના લક્ષણોમાં આવે છે.

Kidney Failure: કિડની ડેમેજ થતાં પહેલા શરીરમાં જોવા મળે છે આ સંકેત