અચાનક સુગર લેવલ વધી જવું જીવલેણ નીવડી શકે છે. કિડની ફેઈલ, કોમા કે મૃત્યુ પણ થઈ શકે છે. આથી યોગ્ય સમયે તેના લક્ષણો સમજવા ખૂબ જ જરૂરી છે.તો ચાલો એક્સપર્ટ પાસેથી જાણીએ અચાનક સુગર લેવલ વધવા પર શરીર કેવા સંકેત આપે છે
અચાનક સુગર લેવલ વધવા પર દર્દીની દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે. દર્દીની આંખો સામે અંધારું છવાઈ જાય છે અને તેને બધુ ધુંધળુ દેખાવા લાગે છે.
દર્દીને એવું લાગે છે કે તેણે ખૂબ કામ કર્યું છે, જ્યારે વાસ્તવમાં આવું હોતું નથી. શરીરમાં નબળાઈ અનુભવાય છે અને હલનચલન કરવું મુશ્કેલ લાગે છે
બ્લડ સુગર વધવાથી કોષોને ઓક્સિજન મળી શકતો નથી. આનાથી શ્વાસ લેવામાં તકલીફ જેવી સ્થિતિ ઊભી થાય છે અને દર્દી બેચેની અનુભવે છે.
જ્યારે મગજ સુધી ઓક્સિજન પહોંચતો નથી, ત્યારે માથાનો દુખાવો વધી જાય છે. આ દુખાવો ક્યારેક એટલો તીવ્ર હોય છે કે, તેને સહન કરવો મુશ્કેલ બની જાય છે
શરીરમાં રક્ત પ્રવાહ (બ્લડ ફ્લો) પ્રભાવિત થવાથી દર્દીને ચક્કર આવવા લાગે છે. ચાલવા-ફરવામાં અસંતુલન અનુભવાય છે અને પડવાનો ખતરો રહે છે
સુગર પેશાબના માર્ગે બહાર નીકળવાથી તેમાં મીઠી ગંધ આવે છે. આ સંકેત આપે છે કે, ડાયાબિટીસે કિડનીને પણ અસર કરવાનું શરૂ કરી દીધું છે
ક્યારેક અચાનક શુગર વધવાથી હાર્ટ એટેક જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં ભ્રમ પેદા થાય છે, તેથી સમયસર નિદાન ખૂબ જ જરૂરી છે.